यथा तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव प्रकाशते
विक्रियायै कल्प्यते
इति स्वज्ञाने नात्मानं प्रयोजयन्ति, न चात्माप्ययःकान्तोपलकृष्टायःसूचीवत् स्वस्थानात्प्रच्युत्य तान्
ज्ञातुमायाति; किन्तु वस्तुस्वभावस्य परेणोत्पादयितुमशक्यत्वात् परमुत्पादयितुमशक्त त्वाच्च यथा
तदसन्निधाने तथा तत्सन्निधानेऽपि स्वरूपेणैव जानीते
(બાહ્યપદાર્થને) પ્રકાશવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી
તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, દીવો જેમ બાહ્યપદાર્થની
અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ પોતાના
સ્વરૂપથી જ પ્રકાશે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી
જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા
ઉત્પન્ન કરતો નથી.
તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ’, અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી
લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી;
પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને
ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં (પોતાના
સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્યપદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.
(એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર
પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન
કરતા નથી.