૫૩૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
णिच्चं पच्चक्खाणं कुव्वदि णिच्चं पडिक्कमदि जो य ।
णिच्चं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा ।।३८६।।
कर्म यत्पूर्वकृतं शुभाशुभमनेकविस्तरविशेषम् ।
तस्मान्निवर्तयत्यात्मानं तु यः स प्रतिक्रमणम् ।।३८३।।
कर्म यच्छुभमशुभं यस्मिंश्च भावे बध्यते भविष्यत् ।
तस्मान्निवर्तते यः स प्रत्याख्यानं भवति चेतयिता ।।३८४।।
यच्छुभमशुभमुदीर्णं सम्प्रति चानेकविस्तरविशेषम् ।
तं दोषं यः चेतयते स खल्वालोचनं चेतयिता ।।३८५।।
नित्यं प्रत्याख्यानं करोति नित्यं प्रतिक्रामति यश्च ।
नित्यमालोचयति स खलु चरित्रं भवति चेतयिता ।।३८६।।
પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્યે કરે,
નિત્યે કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
ગાથાર્થઃ — [पूर्वकृतं] પૂર્વે કરેલું [यत्] જે [अनेकविस्तरविशेषम्] અનેક પ્રકારના
વિસ્તારવાળું [शुभाशुभम् कर्म] (જ્ઞાનાવરણીયાદિ) શુભાશુભ કર્મ [तस्मात्] તેનાથી [यः] જે
આત્મા [आत्मानं तु] પોતાને [निवर्तयति] *નિવર્તાવે છે, [सः] તે આત્મા [प्रतिक्रमणम्]
પ્રતિક્રમણ છે.
[भविष्यत्] ભવિષ્ય કાળનું [यत्] જે [शुभम् अशुभम् कर्म] શુભ-અશુભ કર્મ [यस्मिन्
भावे च] તે જે ભાવમાં [बध्यते] બંધાય છે [तस्मात्] તે ભાવથી [यः] જે આત્મા [निवर्तते]
નિવર્તે છે, [सः चेतयिता] તે આત્મા [प्रत्याख्यानं भवति] પ્રત્યાખ્યાન છે.
[सम्प्रति च] વર્તમાન કાળે [उदीर्णं] ઉદયમાં આવેલું [यत्] જે [अनेकविस्तरविशेषम्]
અનેક પ્રકારના વિસ્તારવાળું [शुभम् अशुभम्] શુભ-અશુભ કર્મ [तं दोषं] તે દોષને [यः] જે
આત્મા [चेतयते] ચેતે છે — અનુભવે છે — જ્ઞાતાભાવે જાણી લે છે (અર્થાત્ તેનું સ્વામિત્વ
– કર્તાપણું છોડે છે), [सः चेतयिता] તે આત્મા [खलु] ખરેખર [आलोचनम्] આલોચના છે.
[यः] જે [नित्यं] સદા [प्रत्याख्यानं करोति] પ્રત્યાખ્યાન કરે છે, [नित्यं प्रतिक्रामति च]
* નિવર્તાવવું = પાછા વાળવું; અટકાવવું; દૂર રાખવું.