Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 535 of 642
PDF/HTML Page 566 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૩૫
यः खलु पुद्गलकर्मविपाकभवेभ्यो भावेभ्यश्चेतयितात्मानं निवर्तयति, स तत्कारणभूतं पूर्वं
कर्म प्रतिक्रामन् स्वयमेव प्रतिक्रमणं भवति स एव तत्कार्यभूतमुत्तरं कर्म प्रत्याचक्षाणः
प्रत्याख्यानं भवति स एव वर्तमानं कर्मविपाकमात्मनोऽत्यन्तभेदेनोपलभमानः आलोचना भवति
एवमयं नित्यं प्रतिक्रामन्, नित्यं प्रत्याचक्षाणो, नित्यमालोचयंश्च, पूर्वकर्मकार्येभ्य
उत्तरकर्मकारणेभ्यो भावेभ्योऽत्यन्तं निवृत्तः, वर्तमानं कर्मविपाकमात्मनोऽत्यन्तभेदेनोपलभमानः,
स्वस्मिन्नेव खलु ज्ञानस्वभावे निरन्तरचरणाच्चारित्रं भवति
चारित्रं तु भवन् स्वस्य ज्ञानमात्रस्य
चेतनात् स्वयमेव ज्ञानचेतना भवतीति भावः
સદા પ્રતિક્રમણ કરે છે અને [नित्यम् आलोचयति] સદા આલોચના કરે છે, [सः चेतयिता] તે
આત્મા [खलु] ખરેખર [चरित्रं भवति] ચારિત્ર છે.
ટીકાઃજે આત્મા પુદ્ગલકર્મના વિપાકથી (ઉદયથી) થતા ભાવોથી પોતાને નિવર્તાવે
છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને (ભૂતકાળના કર્મને) પ્રતિક્રમતો થકો પોતે જ
પ્રતિક્રમણ છે; તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને (ભવિષ્યકાળના કર્મને) પચખતો
થકો, પ્રત્યાખ્યાન છે; તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક
અનુભવતો થકો, આલોચના છે. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો (અર્થાત્
પ્રતિક્રમણ કરતો)
થકો, સદા પચખતો (અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો) થકો અને સદા આલોચતો (અર્થાત્ આલોચના
કરતો) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તરકર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો,
વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જ
જ્ઞાનસ્વભાવમાં જનિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો) હોવાથી ચારિત્ર છે (અર્થાત્
પોતે જ ચારિત્રસ્વરૂપ છે). અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાનેજ્ઞાનમાત્રનેચેતતો
(અનુભવતો) હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય) છે.
ભાવાર્થઃચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે
લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો
તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો
નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો, જે આત્મા ત્રણે કાળનાં
કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ
છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણસ્વરૂપ, પ્રત્યાખ્યાન-
સ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ