૫૩૬
प्रकाशते ज्ञानमतीव शुद्धम् ।
बोधस्य शुद्धिं निरुणद्धि बन्धः ।।२२४।।
નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું (અર્થાત્ કર્મચેતનાનું અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [नित्यं ज्ञानस्य सञ्चेतनया एव ज्ञानम् अतीव शुद्धम् प्रकाशते] નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; [तु] અને [अज्ञानसञ्चेतनया] અજ્ઞાનની સંચેતનાથી [बन्धः धावन] બંધ દોડતો થકો [बोधस्य शुद्धिं निरुणद्धि] જ્ઞાનની શુદ્ધતાને રોકે છે — જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
ભાવાર્થઃ — કોઈ (વસ્તુ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત્ કેવળજ્ઞાન ઊપજે છે. કેવળજ્ઞાન ઊપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.
અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ ( – કર્મ અને કર્મફળ તરફ જ – ) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ૨૨૪.
હવે આ કથનને ગાથા દ્વારા કહે છેઃ —