કહાનજૈનશાસ્ત્રમાળા ]
ગાથાર્થઃ — [कर्मफलम् वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम्] કર્મફળને [आत्मानं करोति] પોતારૂપ કરે છે ( – માને છે), [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને — [दुःखस्य बीजं] દુઃખના બીજને — [बध्नाति] બાંધે છે.
[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः तु] જે આત્મા [कर्मफलम् मया कृतं जानाति] ‘કર્મફળ મેં કર્યું’ એમ જાણે છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને — [दुःखस्य बीजं] દુઃખના બીજને — [बध्नाति] બાંધે છે.
[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः चेतयिता] જે આત્મા [सुखितः दुखितः च] સુખી અને દુઃખી [भवति] થાય છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને — [दुःखस्य बीजं] દુઃખના બીજને — [बध्नाति] બાંધે છે.