૫૩૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्ञानादन्यत्रेदमहमिति चेतनम् अज्ञानचेतना । सा द्विधा — कर्मचेतना कर्मफलचेतना च ।
तत्र ज्ञानादन्यत्रेदमहं करोमीति चेतनं कर्मचेतना; ज्ञानादन्यत्रेदं वेदयेऽहमिति चेतनं
कर्मफलचेतना । सा तु समस्तापि संसारबीजं; संसारबीजस्याष्टविधकर्मणो बीजत्वात् । ततो
मोक्षार्थिना पुरुषेणाज्ञानचेतनाप्रलयाय सकलकर्मसंन्यासभावनां सकलकर्मफलसंन्यासभावनां च
नाटयित्वा स्वभावभूता भगवती ज्ञानचेतनैवैका नित्यमेव नाटयितव्या ।
तत्र तावत्सकलकर्मसंन्यासभावनां नाटयति —
(आर्या)
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः ।
परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे ।।२२५।।
ટીકાઃ — જ્ઞાનથી અન્યમાં ( – જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું (અનુભવવું)
કે ‘આ હું છું’, તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે — કર્મચેતના અને કર્મફળચેતના. તેમાં,
જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે ‘આને હું કરું છું’,
તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે ‘આને હું ભોગવું છું’, તે કર્મફળચેતના
છે. (એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે.) તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ
કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્
તેનાથી કર્મ બંધાય છે). માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના
સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને,
સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ —
(ત્યાં પ્રથમ, કાવ્ય કહે છેઃ — )
શ્લોકાર્થઃ — [त्रिकालविषयं] ત્રણે કાળના (અર્થાત્ અતીત, વર્તમાન અને અનાગત કાળ
સંબંધી) [सर्वं कर्म] સમસ્ત કર્મને [कृत-कारित-अनुमननैः] કૃત-કારિત-અનુમોદનાથી અને [मनः-
वचन-कायैः] મન-વચન-કાયાથી [परिहृत्य] ત્યાગીને [परमं नैष्कर्म्यम् अवलम्बे] હું પરમ નૈષ્કર્મ્યને
( – ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની
પ્રતિજ્ઞા કરે છે.) ૨૨૫.
(હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છેઃ — )
(પ્રતિક્રમણ કરનાર કહે છે કેઃ)