Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 26 of 642
PDF/HTML Page 57 of 673

 

૨૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

दर्शितप्रतिविशिष्टैकभावानेकभावो व्यवहारनयो विचित्रवर्णमालिकास्थानीयत्वात्परिज्ञायमानस्तदात्वे प्रयोजनवान्; तीर्थतीर्थफलयोरित्थमेव व्यवस्थितत्वात् उक्तं च

‘‘जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं ।।’’

એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નયો કાર્યકારી છે કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે.) બીજી જગ્યાએ પણ કહ્યું છે કે

‘‘जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं ।।’’

[ અર્થઃઆચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો ! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચયએ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થવ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ(વસ્તુ)નો નાશ થઈ જશે.]

ભાવાર્થલોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલિમા રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર-વલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિએ ત્રણે જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, જિનબિંબનાં દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન- જ્ઞાન તો થયાં છે પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન