(मालिनी)
उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः ।
सपदि समयसारं ते परं ज्योतिरुच्चै-
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव ।।४।।
છોડવારૂપ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ
પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો
ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું — એવો વ્યવહારનયનો ઉપદેશ
અંગીકાર કરવો પ્રયોજનવાન છે.✽ વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે; પણ
જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને
શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ,
ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ
ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય
ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે — એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
એ અર્થનું કલશરૂપ કાવ્ય ટીકાકાર કહે છેઃ —
શ્લોકાર્થઃ — [उभय-नय-विरोध-ध्वंसिनि] નિશ્ચય અને વ્યવહાર — એ બે નયોને વિષયના
ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું [स्यात्-पद-अङ्के] ‘સ્યાત્’પદથી ચિહ્નિત
[जिनवचसि] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ये रमन्ते] જે પુરુષો રમે છે (-પ્રચુર
પ્રીતિ સહિત અભ્યાસ કરે છે) [ते] તે પુરુષો [स्वयं] પોતાની મેળે (અન્ય કારણ વિના)
[वान्तमोहाः] મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને [उच्चैः परं ज्योतिः समयसारं] આ અતિશયરૂપ
પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [सपदि] તુરત [ईक्षन्ते एव] દેખે જ છે. કેવો છે
સમયસારરૂપ શુદ્ધ આત્મા? [अनवम्] નવીન ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત
હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [अनय-पक्ष-अक्षुण्णम्] સર્વથા એકાંતરૂપ
કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિર્બાધ છે.
✽વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું
કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું
કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા
અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૨૭