Samaysar (Gujarati). Kalash: 5.

< Previous Page   Next Page >


Page 28 of 642
PDF/HTML Page 59 of 673

 

૨૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या-
मिह निहितपदानां हन्त हस्तावलम्बः
तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्
।।५।।

ભાવાર્થજિનવચન (વાણી) સ્યાદ્વાદરૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે જેમ કેઃ જે સત્-રૂપ હોય તે અસત્-રૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છેત્યાં જિનવચન કથંચિત્ વિવક્ષાથી સત્-અસત્રૂપ, એક- અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ-અશુદ્ધરૂપ જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જૂઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે નયોમાં, પ્રયોજનવશ શુદ્ધદ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે અને અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે.આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; અન્ય સર્વથા-એકાન્તી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તોપણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છેજે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યા દ્રષ્ટિ છે. ૪.

આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) છે. હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યક્ત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે; તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથીઃ

શ્લોકાર્થ[व्यवहरण-नयः] જે વ્યવહારનય છે તે [यद्यपि] જોકે [इह प्राक्-पदव्यां] પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [निहित-पदानां] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [हन्त] અરેરે! [हस्तावलम्बः स्यात्] હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, [तद्-अपि] તોપણ [चित्-चमत्कार-मात्रं पर-विरहितं परमं अर्थं अन्तः पश्यतां] જે પુરુષો ચૈતન્ય-ચમત્કાર-માત્ર, પરદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ ‘અર્થ’ને