Samaysar (Gujarati). Kalash: 6.

< Previous Page   Next Page >


Page 29 of 642
PDF/HTML Page 60 of 673

 

background image
(शार्दूलविक्रीडित)
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक्
सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः
।।६।।
અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય
છે તેમને
[एषः] એ વ્યવહારનય [किञ्चित् न] કાંઈ પણ પ્રયોજનવાન નથી.
ભાવાર્થશુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ
પ્રયોજનકારી નથી. ૫.
હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે
શ્લોકાર્થ[अस्य आत्मनः] આ આત્માને [यद् इह द्रव्यान्तरेभ्यः पृथक् दर्शनम्] અન્ય
દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) [एतत् एव नियमात् सम्यग्दर्शनम्] તે જ નિયમથી સમ્યગ્દર્શન
છે. કેવો છે આત્મા? [व्याप्तुः] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે?
[शुद्धनयतः एकत्वे नियतस्य] શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે?
[पूर्ण-ज्ञान-घनस्य] પૂર્ણજ્ઞાનઘન છે. [च] વળી [तावान् अयं आत्मा] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો
જ આ આત્મા છે. [तत्] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે ‘‘[इमाम् नव-तत्त्व-सन्ततिं मुक्त्वा]
નવતત્ત્વની પરિપાટીને છોડી, [अयम् आत्मा एकः अस्तु नः] આ આત્મા એક જ અમને
પ્રાપ્ત હો.’’
ભાવાર્થસર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં
વ્યાપનારો આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યોશુદ્ધનયથી જ્ઞાયકમાત્ર
એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો,
શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને
અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધનયની હદે
પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા
?
પૂર્ણજ્ઞાનઘન છેસર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ
સમ્યગ્દર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથીઆત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે.
માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૨૯