૫૬૪
सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः ।
कालावलीयमचलस्य वहत्वनन्ता ।।२३१।।
(અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દ્રષ્ટિ - જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન - શ્રદ્ધાન તો થયું જ કે ‘હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું’. પરંતુ પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાનશ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત
તે થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.)
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — (સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કેઃ) [एवं] પૂર્વોક્ત રીતે [निःशेष - कर्म - फल - संन्यसनात्] સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી [चैतन्य - लक्ष्म आत्मतत्त्वं भृशम् भजतः सर्व - क्रियान्तर - विहार - निवृत्त - वृत्तेः] હું ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયા — વિભાવરૂપ ક્રિયા — તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી — પ્રવર્તતી નથી); [अचलस्य मम] એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, [इयम् काल-आवली] આ કાળની આવલી કે જે [अनन्ता] પ્રવાહરૂપે અનંત છે તે, [वहतु] આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો – જાઓ. (ઉપયોગની પ્રવૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.)
ભાવાર્થઃ — આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંત કાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને