Samaysar (Gujarati). Kalash: 232-233.

< Previous Page   Next Page >


Page 565 of 642
PDF/HTML Page 596 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૬૫
(वसन्ततिलका)
यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां
भुङ्क्ते फलानि न खलु स्वत एव तृप्तः
आपातकालरमणीयमुदर्करम्यं
निष्कर्मशर्ममयमेति दशान्तरं सः
।।२३२।।
(स्रग्धरा)
अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः
पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु
।।२३३।।
તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ
ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના
વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧.
ફરી કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[पूर्व - भाव - कृत - कर्म - विषद्रुमाणां फलानि यः न भुङ्क्ते ] પૂર્વે અજ્ઞાનભાવથી
કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી
અને
[खलु स्वतः एव तृप्तः] ખરેખર પોતાથી જ (આત્મસ્વરૂપથી જ) તૃપ્ત છે, [सः आपात -
काल - रमणीयम् उदर्क - रम्यम् निष्कर्म - शर्ममयम् दशान्तरम् एति] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય
છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ - સુખમય દશાંતરને પામે છે
(અર્થાત્ જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિત સ્વાધીન
સુખમય દશાને પામે છે).
ભાવાર્થઃજ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે
છેઅન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ -
અવસ્થાને પામે છે. ૨૩૨.
‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના
પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની
જનો સદાકાળ આનંદરૂપ રહો’
એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છેઃ
શ્લોકાર્થઃ[अविरतं कर्मणः तत्फलात् च विरतिम् अत्यन्तं भावयित्वा] જ્ઞાની જનો,