Samaysar (Gujarati). Kalash: 234.

< Previous Page   Next Page >


Page 566 of 642
PDF/HTML Page 597 of 673

 

background image
૫૬૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(वंशस्थ)
इतः पदार्थप्रथनावगुण्ठनाद्-
विना कृतेरेकमनाकुलं ज्वलत्
समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्-
विवेचितं ज्ञानमिहावतिष्ठते
।।२३४।।
અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ
પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [अखिल - अज्ञान-सञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं
नाटयित्वा] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [स्व - रस - परिगतं स्वभावं
पूर्णं कृत्वा] નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [स्वां ज्ञानसञ्चेतनां सानन्दं नाटयन्तः
इतः सर्व - कालं प्रशम - रसम् पिबन्तु] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી
સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસનેઅમૃતરસનેઅત્યારથી
માંડીને અનંત કાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે).
ભાવાર્થઃપહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની
ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના
કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ
જ્ઞાનચેતના સદા આનંદરૂપ
પોતાના સ્વભાવના અનુભવરૂપછે. તેને જ્ઞાનીજનો સદા
ભોગવોએમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૨૩૩.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની
ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની
સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ
શ્લોકાર્થઃ[इतः इह] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની
ગાથાઓમાં એમ કહે છે કે) [समस्त - वस्तु - व्यतिरेक - निश्चयात् विवेचितं ज्ञानम्] સમસ્ત
વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, [पदार्थ - प्रथन - अवगुण्ठनात् कृतेः
विना] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (અનેક પદાર્થો સાથે, જ્ઞેયજ્ઞાનસંબંધને લીધે, એક
જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [एकम् अनाकुलं ज्वलत्]
એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થકું,
[अवतिष्ठते] નિશ્ચળ રહે છે.
ભાવાર્થઃહવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. ૨૩૪.
એ જ અર્થની ગાથાઓ હવે કહે છેઃ