કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૬૭
રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું — જિન કહે; ૩૯૦.
રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો — જિન કહે; ૩૯૧.
રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું — જિન કહે; ૩૯૨.
રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો — જિન કહે; ૩૯૩.
રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી — જિન કહે; ૩૯૪.
રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં,
તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદો — જિનવર કહે; ૩૯૫.
सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति ।।३९०।।
सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं सद्दं जिणा बेंति ।।३९१।।
रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति ।।३९२।।
वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ।।३९३।।
गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति ।।३९४।।
ण रसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि ।
तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति ।।३९५।।