કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૭૧
ज्ञानमधर्मो न भवति यस्मादधर्मो न जानाति किञ्चित् ।
तस्मादन्यज्ज्ञानमन्यमधर्मं जिना ब्रुवन्ति ।।३९९।।
कालो ज्ञानं न भवति यस्मात्कालो न जानाति किञ्चित् ।
तस्मादन्यज्ज्ञानमन्यं कालं जिना ब्रुवन्ति ।।४००।।
आकाशमपि न ज्ञानं यस्मादाकाशं न जानाति किञ्चित् ।
तस्मादाकाशमन्यदन्यज्ज्ञानं जिना ब्रुवन्ति ।।४०१।।
नाध्यवसानं ज्ञानमध्यवसानमचेतनं यस्मात् ।
तस्मादन्यज्ज्ञानमध्यवसानं तथान्यत् ।।४०२।।
यस्माज्जानाति नित्यं तस्माज्जीवस्तु ज्ञायको ज्ञानी ।
ज्ञानं च ज्ञायकादव्यतिरिक्तं ज्ञातव्यम् ।।४०३।।
કે [धर्मः किञ्चित् न जानाति] ધર્મ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન
અન્ય છે, [धर्मं अन्यं] ધર્મ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [अधर्मः ज्ञानं
न भवति] અધર્મ (અર્થાત્ અધર્માસ્તિકાય) જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [अधर्मः किञ्चित् न
जानाति] અધર્મ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [अधर्मं
अन्यम्] અધર્મ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [कालः ज्ञानं न भवति] કાળ
જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [कालः किञ्चित् न जानाति] કાળ કાંઈ જાણતો નથી, [तस्मात्]
માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [कालं अन्यं] કાળ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ
જિનદેવો કહે છે. [आकाशम् अपि ज्ञानं न] આકાશ પણ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [आकाशं
किञ्चित् न जानाति] આકાશ કાંઈ જાણતું નથી, [तस्मात्] માટે [ज्ञानं अन्यत्] જ્ઞાન અન્ય છે,
[आकाशम् अन्यत्] આકાશ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [अध्यवसानं
ज्ञानम् न] અધ્યવસાન જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [अध्यवसानम् अचेतनं] અધ્યવસાન અચેતન
છે, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે [तथा अध्यवसानं अन्यत्] તથા અધ્યવસાન
અન્ય છે ( – એમ જિનદેવો કહે છે).
[यस्मात्] કારણ કે [नित्यं जानाति] (જીવ) નિરંતર જાણે છે [तस्मात्] માટે [ज्ञायकः
जीवः तु] જ્ઞાયક એવો જીવ [ज्ञानी] જ્ઞાની ( – જ્ઞાનવાળો, જ્ઞાનસ્વરૂપ) છે, [ज्ञानं च]
અને જ્ઞાન [ज्ञायकात् अव्यतिरिक्तं] જ્ઞાયકથી અવ્યતિરિક્ત છે ( – અભિન્ન છે, જુદું નથી)
[ज्ञातव्यम्] એમ જાણવું.