૫૭૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्ञानं सम्यग्द्रष्टिं तु संयमं सूत्रमङ्गपूर्वगतम् ।
धर्माधर्मं च तथा प्रव्रज्यामभ्युपयान्ति बुधाः ।।४०४।।
न श्रुतं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानश्रुतयोर्व्यतिरेकः । न शब्दो ज्ञानम-
चेतनत्वात्, ततो ज्ञानशब्दयोर्व्यतिरेकः । न रूपं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानरूपयोर्व्यतिरेकः ।
न वर्णो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानवर्णयोर्व्यतिरेकः । न गन्धो ज्ञानमचेतनत्वात्, ततो
ज्ञानगन्धयोर्व्यतिरेकः । न रसो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानरसयोर्व्यतिरेकः । न स्पर्शो
ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानस्पर्शयोर्व्यतिरेकः । न कर्म ज्ञानमचेतनत्वात्, ततो
ज्ञानकर्मणोर्व्यतिरेकः । न धर्मो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानधर्मयोर्व्यतिरेकः । नाधर्मो
ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानाधर्मयोर्व्यतिरेकः । न कालो ज्ञानमचेतनत्वात्, ततो
ज्ञानकालयोर्व्यतिरेकः । नाकाशं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानाकाशयोर्व्यतिरेकः । नाध्यवसानं
[बुधाः] બુધ પુરુષો (અર્થાત્ જ્ઞાની જનો) [ज्ञानं] જ્ઞાનને જ [सम्यग्द्रष्टिं तु]
સમ્યગ્દ્રષ્ટિ, [संयमं] (જ્ઞાનને જ) સંયમ, [अङ्गपूर्वगतम् सूत्रम्] અંગપૂર્વગત સૂત્ર, [धर्माधर्मं च]
ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) [तथा प्रव्रज्याम्] તથા દીક્ષા [अभ्युपयान्ति] માને છે.
ટીકાઃ — શ્રુત (અર્થાત્ વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી, કારણ કે શ્રુત અચેતન છે;
માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા) છે. શબ્દ જ્ઞાન નથી, કારણ કે શબ્દ
(પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક (અર્થાત્ ભેદ)
છે. રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને
રૂપને વ્યતિરેક છે (અર્થાત્ બન્ને જુદાં છે). વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો
ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ
અન્ય છે). ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને
અને ગંધને વ્યતિરેક ( – ભેદ, ભિન્નતા) છે. રસ જ્ઞાન નથી, કારણ કે રસ (પુદ્ગલદ્રવ્યનો
ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે. સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે
સ્પર્શ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે. કર્મ જ્ઞાન
નથી, કારણ કે કર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે. ધર્મ ( – ધર્મદ્રવ્ય)
જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે. અધર્મ
( – અધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક
છે. કાળ ( – કાળદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને