કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૭૫
(शार्दूलविक्रीडित)
अन्येभ्यो व्यतिरिक्त मात्मनियतं बिभ्रत्पृथग्वस्तुता-
मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम् ।
मध्याद्यन्तविभागमुक्त सहजस्फारप्रभाभासुरः
शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति ।।२३५।।
જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર – સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા
પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી
કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો.
અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઊપજે ત્યારે
સાક્ષાત
્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત
થયું થકું સર્વનું દેખનાર - જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ
દેખવું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अन्येभ्यः व्यतिरिक्त म्] અન્ય દ્રવ્યોથી ભિન્ન, [आत्म-नियतं] પોતામાં જ
નિયત, [पृथक् - वस्तुताम् बिभ्रत्] પૃથક્ વસ્તુપણાને ધારતું ( – વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક
હોવાથી પોતે પણ સામાન્યવિશેષાત્મકપણાને ધારણ કરતું), [आदान - उज्झन-शून्यम्] ગ્રહણ -
ત્યાગ રહિત, [एतत् अमलं ज्ञानं] આ અમલ ( – રાગાદિક મળથી રહિત) જ્ઞાન
[तथा - अवस्थितम् यथा] એવી રીતે અવસ્થિત ( – નિશ્ચળ રહેલું) અનુભવાય છે કે જેવી રીતે
[मध्य - आदि - अन्त - विभाग - मुक्त - सहज-स्फार - प्रभा - भासुरः अस्य शुद्ध - ज्ञान - घनः महिमा] આદિ-મધ્ય -
અંતરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો
શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા [नित्य - उदितः तिष्ठति] નિત્ય - ઉદિત રહે ( – શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા
સદા ઉદયમાન રહે).
ભાવાર્થઃ — જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે
સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી, સદા
ઉદયમાન રહે છે. ૨૩૫.
‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને
ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું’ — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —