૫૭૬
तथात्तमादेयमशेषतस्तत् ।
पूर्णस्य सन्धारणमात्मनीह ।।२३६।।
શ્લોકાર્થઃ — [संहृत - सर्व - शक्ते : पूर्णस्य आत्मनः] જેણે સર્વ શક્તિઓ સમેટી છે ( – પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું [आत्मनि इह] આત્મામાં [यत् सन्धारणम्] ધારણ કરવું [तत् उन्मोच्यम् अशेषतः उन्मुक्त म्] તે જ છોડવાયોગ્ય બધું છોડ્યું [तथा] અને [आदेयम् तत् अशेषतः आत्तम्] ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.
ભાવાર્થઃ — પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે. ૨૩૬.
‘આવા જ્ઞાનને દેહ જ નથી’ — એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [एवं ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्] આમ (પૂર્વોક્ત રીતે) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત ( – નિશ્ચળ રહેલું) છે; [तत् आहारकं कथम् स्यात् येन अस्य देहः शङ्कयते] તે (જ્ઞાન) આહારક (અર્થાત્ કર્મ - નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ - નોકર્મરૂપ આહાર જ નથી.) ૨૩૭.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —