છોડે નહીં વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે.૪૦૭.
ગાથાર્થઃ — [एवम्] એ રીતે [यस्य आत्मा] જેનો આત્મા [अमूर्तः] અમૂર્તિક છે [सःखलु] તે ખરેખર [आहारकः न भवति] આહારક નથી; [आहारः खलु] આહાર તો [मूर्तः]મૂર્તિક છે [यस्मात्] કારણ કે [सः तु पुद्गलमयः] તે પુદ્ગલમય છે.
[यत् परद्रव्यम्] જે પરદ્રવ્ય છે [न अपि शक्यते ग्रहीतुं यत्] તે ગ્રહી શકાતું નથી[न विमोक्तुं यत् च] તથા છોડી શકાતું નથી, [सः कः अपि च] એવો જ કોઈ [तस्य]તેનો ( – આત્માનો) [प्रायोगिकः वा अपि वैस्रसः गुणः] પ્રાયોગિક તેમ જ વૈસ્રસિક ગુણછે.
[तस्मात् तु] માટે [यः विशुद्धः चेतयिता] જે વિશુદ્ધ આત્મા છે [सः] તે [जीवाजीवयोःद्रव्ययोः] જીવ અને અજીવ દ્રવ્યોમાં ( – પરદ્રવ્યોમાં) [किञ्चित् न एव गृह्णाति] કાંઈ પણ ગ્રહતોનથી [किञ्चित् अपि न एव विमुञ्चति] તથા કાંઈ પણ છોડતો નથી.