Samaysar (Gujarati). Gatha: 13.

< Previous Page   Next Page >


Page 31 of 642
PDF/HTML Page 62 of 673

 

background image
भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।।
भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च
आस्रवसंवरनिर्जरा बन्धो मोक्षश्च सम्यक्त्वम् ।।१३।।
अमूनि हि जीवादीनि नवतत्त्वानि भूतार्थेनाभिगतानि सम्यग्दर्शनं सम्पद्यन्त एव, अमीषु
तीर्थप्रवृत्तिनिमित्तमभूतार्थनयेन व्यपदिश्यमानेषु जीवाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणेषु
नवतत्त्वेष्वेकत्वद्योतिना भूतार्थनयेनैकत्वमुपानीय शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोऽनुभूतेरात्म-
ख्यातिलक्षणायाः सम्पद्यमानत्वात्
तत्र विकार्यविकारकोभयं पुण्यं तथा पापम्, आस्राव्यास्रावको-
भयमास्रवः, संवार्यसंवारकोभयं संवरः, निर्जर्यनिर्जरकोभयं निर्जरा, बन्ध्यबन्धकोभयं बन्धः,
એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે એમ સૂત્રકાર ગાથામાં
કહે છે
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩.
ગાથાર્થ[भूतार्थेन अभिगताः] ભૂતાર્થ નયથી જાણેલ [जीवाजीवौ] જીવ, અજીવ [च]
વળી [पुण्यपापं] પુણ્ય, પાપ [च] તથા [आस्रवसंवरनिर्जराः] આસ્રવ, સંવર, નિર્જરા, [बन्धः] બંધ
[च] અને [मोक्षः] મોક્ષ [सम्यक्त्वम्]એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે.
ટીકાઆ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે (એ નિયમ
કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ(વ્યવહાર)નયથી કહેવામાં
આવે છે એવાં આ નવ તત્ત્વો
જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર,
નિર્જરા, બંધ અને મોક્ષ છેતેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત
કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિકે જેનું લક્ષણ આત્મખ્યાતિ છેતેની
પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ
નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર
એ બન્ને પુણ્ય છે, તેમ જ
એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનારએ બન્ને આસ્રવ છે, સંવરરૂપ
થવા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર (સંવારક)એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય
અને નિર્જરા કરનારએ બન્ને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનારએ બન્ને
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૩૧