Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 32 of 642
PDF/HTML Page 63 of 673

 

background image
मोच्यमोचकोभयं मोक्षः, स्वयमेकस्य पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षानुपपत्तेः तदुभयं च
जीवाजीवाविति बहिर्दृष्टया नवतत्त्वान्यमूनि जीवपुद्गलयोरनादिबन्धपर्यायमुपेत्यैकत्वेनानुभूय-
मानतायां भूतार्थानि, अथ चैकजीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि ततोऽमीषु
नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते तथान्तर्दृष्टया ज्ञायको भावो जीवो, जीवस्य
विकारहेतुरजीवः केवलजीवविकाराश्च पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणाः, केवलाजीवविकार-
हेतवः पुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षा इति नवतत्त्वान्यमून्यपि जीवद्रव्यस्वभावमपोह्य
स्वपरप्रत्ययैकद्रव्यपर्यायत्वेनानुभूयमानतायां भूतार्थानि, अथ च सकलकालमेवास्खलन्तमेकं
जीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि
ततोऽमीष्वपि नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव
प्रद्योतते एवमसावेकत्वेनद्योतमानः शुद्धनयत्वेनानुभूयत एव या त्वनुभूतिः सात्मख्याति-
रेवात्मख्यातिस्तु सम्यग्दर्शनमेव इति समस्तमेव निरवद्यम्
બંધ છે અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનારએ બન્ને મોક્ષ છે; કારણ કે એકને
જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી
નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્
તે બબ્બેમાં એક જીવ છે ને બીજું
અજીવ છે).
બાહ્ય (સ્થૂલ) દ્રષ્ટિથી જોઈએ તોજીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ
જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના
સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર
સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.
એવી રીતે અંતર્દ્રષ્ટિથી જોઈએ તો
જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ
અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષએ જેમનાં લક્ષણ
છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને
મોક્ષ
એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને
છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં
આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને
અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં
ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય
છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ) જ છે, ને આત્મખ્યાતિ
તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે
બાધા રહિત છે.
૩૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-