કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૫૯૫
એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાંત જ ( – સ્યાદ્વાદ જ)
તેને ઉદ્ધારે છે — નાશ થવા દેતો નથી. ૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘ખરેખર આ બધું
આત્મા છે’ એમ અજ્ઞાનતત્ત્વને સ્વ - રૂપે (જ્ઞાનરૂપે) માનીને — અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ
વડે પોતાનો નાશ કરે છે ( – સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન
એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતત્પણું પ્રકાશીને (અર્થાત્
જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને
પોતાનો ( – જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી. ૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક
જ્ઞેયાકારો વડે ( – જ્ઞેયોના આકારો વડે) પોતાનો સકળ ( – આખો, અખંડ) એક જ્ઞાન-આકાર
ખંડિત ( – ખંડખંડરૂપ) થયો માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું
પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે — નાશ પામવા દેતો નથી. ૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર
ભાવ એક જ્ઞાન - આકારનું ગ્રહણ કરવા માટે અનેક જ્ઞેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે
છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે
છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો
નાશ કરવા દેતો નથી. ૪. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના
પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને — અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે
જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે — નાશ પામવા
દેતો નથી. ૫. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘સર્વ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો
આત્મા જ છે)’ એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને — અંગીકાર કરીને પોતાનો નાશ કરે
છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે
આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા
स्वरूपेण तत्त्वं द्योतयित्वा ज्ञातृत्वेन परिणमनाज्ज्ञानी कुर्वन्ननेकान्त एव तमुद्गमयति १ । यदा
तु सर्वं वै खल्विदमात्मेति अज्ञानतत्त्वं स्वरूपेण प्रतिपद्य विश्वोपादानेनात्मानं नाशयति,
तदा पररूपेणातत्त्वं द्योतयित्वा विश्वाद्भिन्नं ज्ञानं दर्शयन्ननेकान्त एव नाशयितुं न
ददाति २ । यदानेकज्ञेयाकारैः खण्डितसकलैकज्ञानाकारो नाशमुपैति, तदा द्रव्येणैकत्वं
द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ३ । यदा त्वेकज्ञानाकारोपादानायानेकज्ञेयाकार-
त्यागेनात्मानं नाशयति, तदा पर्यायैरनेकत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति ४ ।
यदा ज्ञायमानपरद्रव्यपरिणमनाद् ज्ञातृद्रव्यं परद्रव्यत्वेन प्रतिपद्य नाशमुपैति, तदा स्वद्रव्येण
सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ५ । यदा तु सर्वद्रव्याणि अहमेवेति परद्रव्यं
ज्ञातृद्रव्यत्वेन प्रतिपद्यात्मानं नाशयति, तदा परद्रव्येणासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं