૫૯૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
દેતો નથી. ૬. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત ( – પરક્ષેત્રે રહેલા) જ્ઞેય પદાર્થોના
પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને — અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે
જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે — નાશ પામવા
દેતો નથી. ૭. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્રે હોવાને ( – રહેવાને, પરિણમવાને) માટે,
પરક્ષેત્રગત જ્ઞેયોના આકારોના ત્યાગ વડે (અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ જ્ઞેયોના આકાર
આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે
રહીને જ પરક્ષેત્રગત જ્ઞેયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર
ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૮.
જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે ( – પૂર્વે જેમનું આલંબન કર્યું હતું
એવા જ્ઞેય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું અસત્પણું માનીને — અંગીકાર કરીને નાશ પામે
છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી ( – જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાંત
જ તેને જિવાડે છે – નાશ પામવા દેતો નથી. ૯. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના
આલંબનકાળે જ ( – માત્ર જ્ઞેય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સત્પણું માનીને —
અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી
( – જ્ઞેયના કાળથી) અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા
દેતો નથી. ૧૦. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને
લીધે જ્ઞાયકસ્વભાવને પરભાવપણે માનીને — અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે
જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ - ભાવથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે — નાશ
પામવા દેતો નથી. ૧૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘સર્વ ભાવો હું જ છું’ એમ પરભાવને
न ददाति ६ । यदा परक्षेत्रगतज्ञेयार्थपरिणमनात् परक्षेत्रेण ज्ञानं सत् प्रतिपद्य
नाशमुपैति, तदा स्वक्षेत्रेणास्तित्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ७ । यदा तु स्वक्षेत्रे
भवनाय परक्षेत्रगतज्ञेयाकारत्यागेन ज्ञानं तुच्छीकुर्वन्नात्मानं नाशयति, तदा स्वक्षेत्र
एव ज्ञानस्य परक्षेत्रगतज्ञेयाकारपरिणमनस्वभावत्वात्परक्षेत्रेण नास्तित्वं द्योतयन्ननेकान्त
एव नाशयितुं न ददाति ८ । यदा पूर्वालम्बितार्थविनाशकाले ज्ञानस्यासत्त्वं प्रतिपद्य
नाशमुपैति, तदा स्वकालेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ९ । यदा त्वर्थालम्बन-
काल एव ज्ञानस्य सत्त्वं प्रतिपद्यात्मानं नाशयति, तदा परकालेनासत्त्वं द्योतयन्ननेकान्त
एव नाशयितुं न ददाति १० । यदा ज्ञायमानपरभावपरिणमनात् ज्ञायकभावं परभावत्वेन
प्रतिपद्य नाशमुपैति, तदा स्वभावेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ११ । यदा