કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૫૯૭
જ્ઞાયકભાવપણે માનીને — અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું)
પરભાવથી અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૨. જ્યારે
આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાનસામાન્ય ખંડિત થયું માનીને
નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનસામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત
જ તેને જિવાડે છે — નાશ પામવા દેતો નથી. ૧૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય
જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે
(અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું)
જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.૧૪.
(અહીં તત્-અતત્ના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્-અસત્ના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી
૮ ભંગ, અને નિત્ય - અનિત્યના ૨ ભંગ — એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં
એમ બતાવ્યું કે — એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો
રહે છે; અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો
નથી, અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે.)
અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છેઃ —
(પ્રથમ, પહેલા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )
શ્લોકાર્થઃ — [बाह्य - अर्थैः परिपीतम्] બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું,
तु सर्वे भावा अहमेवेति परभावं ज्ञायकभावत्वेन प्रतिपद्यात्मानं नाशयति, तदा परभावेना-
सत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १२ । यदाऽनित्यज्ञानविशेषैः
खण्डितनित्यज्ञानसामान्यो नाशमुपैति, तदा ज्ञानसामान्यरूपेण नित्यत्वं द्योतयन्ननेकान्त
एव तमुज्जीवयति १३ । यदा तु नित्यज्ञानसामान्योपादानायानित्यज्ञानविशेषत्यागेनात्मानं
नाशयति, तदा ज्ञानविशेषरूपेणानित्यत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १४ ।
भवन्ति चात्र श्लोकाः —
(शार्दूलविक्रीडित)
बाह्यार्थैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्
विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति ।
यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन-
र्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्णं समुन्मज्जति ।।२४८।।