કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति ।
स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ।।२५२।।
स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति ।
जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ।।२५३।।
શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [प्रत्यक्ष-आलिखित - स्फु ट - स्थिर - परद्रव्य - अस्तिता - वञ्चितः] પ્રત્યક્ષ *આલિખિત એવાં પ્રગટ ( – સ્થૂલ) અને સ્થિર ( – નિશ્ચળ) પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, [स्वद्रव्य-अनवलोकनेन परितः शून्यः] સ્વદ્રવ્યને ( – આત્મદ્રવ્યના અસ્તિત્વને) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો [नश्यति] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો, [स्वद्रव्य - अस्तितया निपुणं निरूप्य] આત્માને સ્વદ્રવ્યરૂપે અસ્તિપણે નિપુણ રીતે અવલોકતો હોવાથી, [सद्यः समुन्मज्जता विशुद्ध - बोध - महसा पूर्णः भवन्] તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો [जीवति] જીવે છે — નાશ પામતો નથી.
ભાવાર્થઃ — એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇંદ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે. સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોકતો હોવાથી જીવે છે — પોતાનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વદ્રવ્ય - અપેક્ષાથી અસ્તિત્વનો ( – સત્પણાનો) ભંગ કહ્યો. ૨૫૨.
(હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )
શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [दुर्वासनावासितः] દુર્વાસનાથી ( – કુનયની વાસનાથી) વાસિત થયો થકો, [पुरुषं सर्वद्रव्यमयं प्रपद्य] આત્માને સર્વદ્રવ્યમય માનીને, [स्वद्रव्य - भ्रमतः परद्रव्येषु किल विश्राम्यति] (પરદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી * આલિખિત = આળેખાયેલાં; ચિત્રિત; સ્પર્શાતાં; જણાતાં.