Samaysar (Gujarati). Kalash: 251 4.

< Previous Page   Next Page >


Page 600 of 642
PDF/HTML Page 631 of 673

 

૬૦૦

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शार्दूलविक्रीडित)
ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय
न्नेकाकारचिकीर्षया स्फु टमपि ज्ञानं पशुर्नेच्छति
वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्
।।२५१।।

ભાવાર્થઃજ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેકખંડખંડરૂપદેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે; અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, જ્ઞેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.

આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨૫૦. (હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)

શ્લોકાર્થઃ[पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ज्ञेयाकारकलङ्क - मेचक - चिति प्रक्षालनं कल्पयन्] જ્ઞેયાકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો), [एकाकार - चिकीर्षया स्फु टम् अपि ज्ञानं न इच्छति] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે); [अनेकान्तवित्] અને અનેકાંતનો જાણનાર તો, [पर्यायैः तद्-अनेकतां परिमृशन्] પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો (અનુભવતો) થકો, [वैचित्र्ये अपि अविचित्रताम् उपगतं ज्ञानं] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [स्वतःक्षालितं] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું શુદ્ધ) [पश्यति] અનુભવે છે.

ભાવાર્થઃએકાંતવાદી જ્ઞેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈનેતેમાંથી જ્ઞેયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞેયાકારો રહિત એક - આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.

આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો. ૨૫૧. (હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ)