શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [स्वक्षेत्रस्थितये पृथग्विध -
परक्षेत्र - स्थित - अर्थ - उज्झनात्] સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને
છોડવાથી, [अर्थैः सह चिद् - आकारान् वमन्] જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી
નાખતો થકો (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી
દેતો થકો) [तुच्छीभूय] તુચ્છ થઈને [प्रणश्यति] નાશ પામે છે; [स्याद्वादी तु] અને સ્યાદ્વાદી તો
[स्वधामनि वसन्] સ્વક્ષેત્રમાં રહેતો, [परक्षेत्रे नास्तितां विदन्] પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો
થકો, [त्यक्त - अर्थः अपि] (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં [परान् आकारकर्षी] તે
પર પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે થતા
ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) [तुच्छताम् अनुभवति न] તુચ્છતા પામતો નથી.
ભાવાર્થઃ — ‘પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે
તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ’
એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના
આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે
છે. સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, જ્ઞેય પદાર્થોને
છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી; માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૫.
(હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )
શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [पूर्व - आलम्बित - बोध्यनाश - समये
(शार्दूलविक्रीडित)
स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात्
तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहार्थैर्वमन् ।
स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां
त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान् ।।२५५।।
(शार्दूलविक्रीडित)
पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्
सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छः पशुः ।
अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः
पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि ।।२५६।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬૦૩