ज्ञानस्य नाशं विदन्] પૂર્વાલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, [न
किञ्चन अपि कलयन्] એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું
અસ્તિત્વ જ નહિ માનતો થકો), [अत्यन्ततुच्छः] અત્યંત તુચ્છ થયો થકો [सीदति एव] નાશ પામે
છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો [अस्य निज - कालतः अस्तित्वं कलयन्]
આત્માનું નિજ કાળથી અસ્તિત્વ જાણતો થકો, [बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि] બાહ્ય
વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, [पूर्णः तिष्ठति] પોતે પૂર્ણ રહે છે.
ભાવાર્થઃ — પહેલાં જે જ્ઞેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા;
તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ
કરે છે. સ્યાદ્વાદી તો, જ્ઞેય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો
થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે સ્વકાળ - અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૬.
(હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ — )
શ્લોકાર્થઃ — [पशुः] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [अर्थ - आलम्बन - काले एव ज्ञानस्य
सत्त्वं कलयन्] જ્ઞેય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, [बहिः - ज्ञेय -
आलम्बन - लालसेन मनसा भ्राम्यन्] બાહ્ય જ્ઞેયોના આલંબનની લાલસાવાળા ચિત્તથી (બહાર)
ભમતો થકો [नश्यति] નાશ પામે છે; [स्याद्वादवेदी पुनः] અને સ્યાદ્વાદનો જાણનાર તો [पर -
कालतः अस्य नास्तित्वं कलयन्] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [आत्म - निखात - नित्य -
सहज - ज्ञान - एक - पुञ्जीभवन्] આત્મામાં દ્રઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો
થકો [तिष्ठति] ટકે છે — નષ્ટ થતો નથી.
ભાવાર્થઃ — એકાંતી જ્ઞેયોના આલંબનકાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે તેથી જ્ઞેયોના
આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર જ્ઞેયોના કાળથી
પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી જ્ઞેયોથી જુદા
એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે પરકાળ - અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૭.
(शार्दूलविक्रीडित)
अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि-
र्ज्ञेयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति ।
नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन-
स्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन् ।।२५७।।
૬૦૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-