શક્તિ. ૧૩. જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક
દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ. (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું
જે એક દ્રવ્ય તે - સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ.) ૧૪. પર અને પોતે જેમનાં નિમિત્ત છે
એવા જ્ઞેયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્ય-
પરિણામકત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું
કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વશક્તિ.) ૧૫.
જે ઘટતું - વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ ( – નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ – )
ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ. ૧૬. ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ - પ્રતિષ્ઠત્વના
કારણરૂપ ( – વસ્તુને સ્વરૂપમાં રહેવાનાકારણરૂપ) એવો જે વિશિષ્ટ ( – ખાસ) ગુણ તે - સ્વરૂપ
અગુરુલઘુત્વશક્તિ. [આ ષટ્-સ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ ‘ગોમ્મટસાર’ શાસ્ત્રમાંથી જાણવું.
અવિભાગપરિચ્છેદોની સંખ્યારૂપ ષટ્સ્થાનોમાં પડતી — સમાવેશ પામતી — વસ્તુસ્વભાવની
વૃદ્ધિહાનિ જેનાથી ( – જે ગુણથી) થાય છે અને જે (ગુણ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ
છે એવો કોઈ ગુણ આત્મામાં છે; તેને અગુરુલઘુત્વગુણ કહેવામાં આવે છે.
આવી અગુરુલઘુત્વશક્તિ પણ આત્મામાં છે.] ૧૭. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ
વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદવ્યયરૂપ
છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધ્રુવત્વરૂપ છે.) ૧૮. દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય - વ્યય -
ઉત્પાદથી આલિંગિત ( – સ્પર્શિત), સદ્રશ અને વિસદ્રશ જેનું રૂપ છે એવા એક
અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ. ૧૯. કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ,
સ્પર્શાદિશૂન્ય ( – સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત) એવા આત્મપ્રદેશોસ્વરૂપ
અમૂર્તત્વશક્તિ. ૨૦. સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે
પરિણામોના કરણના *ઉપરમસ્વરૂપ (તે પરિણામોના કરવાની નિવૃત્તિસ્વરૂપ) અકર્તૃત્વશક્તિ.
शक्तिः १३ । अन्याक्रियमाणान्याकारकैकद्रव्यात्मिका अकार्यकारणत्वशक्तिः १४ । परात्म-
निमित्तकज्ञेयज्ञानाकारग्रहणग्राहणस्वभावरूपा परिणम्यपरिणामकत्वशक्तिः १५ । अन्यूनाति-
रिक्तस्वरूपनियतत्वरूपा त्यागोपादानशून्यत्वशक्तिः १६ । षट्स्थानपतितवृद्धिहानि-
परिणतस्वरूपप्रतिष्ठत्वकारणविशिष्टगुणात्मिका अगुरुलघुत्वशक्तिः १७ । क्रमाक्रमवृत्त-
वृत्तित्वलक्षणा उत्पादव्ययध्रुवत्वशक्तिः १८ । द्रव्यस्वभावभूतध्रौव्यव्ययोत्पादालिङ्गितसद्रश-
विसद्रशरूपैकास्तित्वमात्रमयी परिणामशक्तिः १९ । कर्मबन्धव्यपगमव्यञ्जितसहजस्पर्शादि-
शून्यात्मप्रदेशात्मिका अमूर्तत्वशक्तिः २० । सकलकर्मकृतज्ञातृत्वमात्रातिरिक्तपरिणाम-
* ઉપરમ = અટકવું તે; નિવૃત્તિ; અંત; અભાવ.
૬૧૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-