(જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા
થતો નથી, એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે.) ૨૧. સમસ્ત, કર્મથી
કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના ( – ભોગવટાના) ઉપરમસ્વરૂપ
અભોક્તૃત્વશક્તિ. ૨૨. સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પંદતાસ્વરૂપ
( – અકંપતાસ્વરૂપ) નિષ્ક્રિયત્વશક્તિ. (સકળ કર્મનો અભાવ થાય ત્યારે પ્રદેશોનું કંપન
મટી જાય છે માટે નિષ્ક્રિયત્વશક્તિ પણ આત્મામાં છે.) ૨૩. જે અનાદિ સંસારથી
માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા
પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ - અવયવપણું
જેનું લક્ષણ છે એવી નિયતપ્રદેશત્વશક્તિ. (આત્માના લોકપરિમાણ અસંખ્ય પ્રદેશો
નિયત જ છે. તે પ્રદેશો સંસાર-અવસ્થામાં સંકોચવિસ્તાર પામે છે અને મોક્ષ - અવસ્થામાં
ચરમ શરીર કરતાં કાંઈક ઓછા પરિમાણે સ્થિત રહે છે.) ૨૪. સર્વ શરીરોમાં
એકસ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વશક્તિ. (શરીરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં
વ્યાપવારૂપ શક્તિ તે સ્વધર્મવ્યાપકત્વશક્તિ.) ૨૫. સ્વ - પરના સમાન, અસમાન અને
સમાનાસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના ધારણસ્વરૂપ સાધારણ - અસાધારણ -
સાધારણાસાધારણધર્મત્વશક્તિ. ૨૬. વિલક્ષણ ( – પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત
સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત-ધર્મત્વશક્તિ. ૨૭.
તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વશક્તિ. ૨૮. તદ્રૂપ
ભવનરૂપ એવી તત્ત્વશક્તિ. (તત્સ્વરૂપ હોવારૂપ અથવા તત્સ્વરૂપ પરિણમનરૂપ એવી તત્ત્વશક્તિ
આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે — પરિણમે છે.) ૨૯. અતદ્રૂપ
ભવનરૂપ એવી અતત્ત્વશક્તિ. (તત્સ્વરૂપ ન હોવારૂપ અથવા તત્સ્વરૂપે નહિ પરિણમવારૂપ
અતત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન જડરૂપ થતો નથી.) ૩૦. અનેક પર્યાયોમાં
करणोपरमात्मिका अकर्तृत्वशक्तिः २१ । सकलकर्मकृतज्ञातृत्वमात्रातिरिक्तपरिणामानुभवो-
परमात्मिका अभोक्तृत्वशक्तिः २२ । सकलकर्मोपरमप्रवृत्तात्मप्रदेशनैष्पन्द्यरूपा निष्क्रियत्व-
शक्तिः २३ । आसंसारसंहरणविस्तरणलक्षितकिञ्चिदूनचरमशरीरपरिमाणावस्थितलोकाकाश-
सम्मितात्मावयवत्वलक्षणा नियतप्रदेशत्वशक्तिः २४ । सर्वशरीरैकस्वरूपात्मिका स्वधर्म-
व्यापकत्वशक्तिः २५ । स्वपरसमानासमानसमानासमानत्रिविधभावधारणात्मिका साधारणा-
साधारणसाधारणासाधारणधर्मत्वशक्तिः २६ । विलक्षणानन्तस्वभावभावितैकभावलक्षणा अनन्त-
धर्मत्वशक्तिः २७ । तदतद्रूपमयत्वलक्षणा विरुद्धधर्मत्वशक्तिः २८ । तद्रूपभवनरूपा तत्त्व-
शक्तिः २९ । अतद्रूपभवनरूपा अतत्त्वशक्तिः ३० । अनेकपर्यायव्यापकैकद्रव्यमयत्वरूपा एकत्व-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬૧૩