વ્યાપક એવા એકદ્રવ્યમયપણારૂપ એકત્વશક્તિ. ૩૧. એક દ્રવ્યથી વ્યાપ્ય (વ્યપાવાયોગ્ય) જે
અનેક પર્યાયો તે - મયપણારૂપ અનેકત્વશક્તિ. ૩૨. વિદ્યમાન-અવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ.
(અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ.) ૩૩. શૂન્ય ( – અવિદ્યમાન)
અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં અવિદ્યમાન હોય એવાપણારૂપ
અભાવશક્તિ.) ૩૪. ભવતા ( – વર્તતા, થતા, પરિણમતા) પર્યાયના વ્યયરૂપ
ભાવાભાવશક્તિ. ૩૫. નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ. ૩૬.
ભવતા (વર્તતા) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ. ૩૭.
નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના અભવનરૂપ (નહિ વર્તવારૂપ) અભાવાભાવશક્તિ. ૩૮.
(કર્તા, કર્મ આદિ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી ( – હોવામાત્રમયી,
થવામાત્રમયી) ભાવશક્તિ. ૩૯. કારકો અનુસાર થવાપણારૂપ ( – પરિણમવાપણારૂપ) જે
ભાવ તે - મયી ક્રિયાશક્તિ. ૪૦. પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે - મયી કર્મશક્તિ. ૪૧.
થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ. ૪૨. ભવતા ( – વર્તતા,
થતા) ભાવના ભવનના ( – થવાના) સાધકતમપણામયી ( – ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર
સાધનપણામયી) કરણશક્તિ. ૪૩. પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામયી
( – તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાનશક્તિ. ૪૪. ઉત્પાદવ્યયથી
આલિંગિત ભાવનો અપાય ( – હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી
અપાદાનશક્તિ. ૪૫. ભાવ્યમાન (અર્થાત્ ભાવવામાં આવતા) ભાવના આધારપણામયી
અધિકરણશક્તિ. ૪૬. સ્વભાવમાત્ર સ્વ - સ્વામિત્વમયી સંબંધશક્તિ. (પોતાનો ભાવ પોતાનું
સ્વ અને પોતે તેનો સ્વામી — એવા સંબંધમયી સંબંધશક્તિ.) ૪૭.
शक्तिः ३१ । एकद्रव्यव्याप्यानेकपर्यायमयत्वरूपा अनेकत्वशक्तिः ३२ । भूतावस्थत्वरूपा भाव-
शक्तिः ३३ । शून्यावस्थत्वरूपा अभावशक्तिः ३४ । भवत्पर्यायव्ययरूपा भावाभावशक्तिः ३५ ।
अभवत्पर्यायोदयरूपा अभावभावशक्तिः ३६ । भवत्पर्यायभवनरूपा भावभावशक्तिः ३७ ।
अभवत्पर्यायाभवनरूपा अभावाभावशक्तिः ३८ । कारकानुगतक्रियानिष्क्रान्तभवनमात्रमयी
भावशक्तिः ३९ । कारकानुगतभवत्तारूपभावमयी क्रियाशक्तिः ४० । प्राप्यमाणसिद्धरूप-
भावमयी कर्मशक्तिः ४१ । भवत्तारूपसिद्धरूपभावभावकत्वमयी कर्तृशक्तिः ४२ । भवद्भाव-
भवनसाधकतमत्वमयी करणशक्तिः ४३ । स्वयं दीयमानभावोपेयत्वमयी सम्प्रदानशक्तिः ४४ ।
उत्पादव्ययालिङ्गितभावापायनिरपायध्रुवत्वमयी अपादानशक्तिः ४५ । भाव्यमानभावाधारत्वमयी
अधिकरणशक्तिः ४६ । स्वभावमात्रस्वस्वामित्वमयी सम्बन्धशक्तिः ४७ ।
૬૧૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-