Samaysar (Gujarati). Kalash: 266-267.

< Previous Page   Next Page >


Page 618 of 642
PDF/HTML Page 649 of 673

 

૬૧૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

पररूपेण भवनं पश्यन्तो जानन्तोऽनुचरन्तश्च मिथ्याद्रष्टयो मिथ्याज्ञानिनो मिथ्याचारित्राश्च भवन्तोऽत्यन्तमुपायोपेयभ्रष्टा विभ्रमन्त्येव

(वसन्ततिलका)
ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां
भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः
ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति
।।२६६।।
(वसन्ततिलका)
स्याद्वादकौशलसुनिश्चलसंयमाभ्यां
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः
ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री-
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः
।।२६७।।

મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય - ઉપેયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ये] જે પુરુષો, [कथम् अपि अपनीत - मोहाः] કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, [ज्ञानमात्र - निज - भावमयीम् अकम्पां भूमिं] જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ તે - મય નિશ્ચળ ભૂમિકાનો) [श्रयन्ति] આશ્રય કરે છે, [ते साधकत्वम् अधिगम्य सिद्धाः भवन्ति] તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે; [तु] પરંતુ [मूढाः] જેઓ મૂઢ (મોહી, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ) છે, તેઓ [अमूम् अनुपलभ्य] આ ભૂમિકાને નહિ પામીને [परिभ्रमन्ति] સંસારમાં પરિભ્રમણ કરે છે.

ભાવાર્થઃજે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. ૨૬૬.

આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છેઃ

શ્લોકાર્થઃ[यः] જે પુરુષ [स्याद्वाद - कौशल - सुनिश्चल - संयमाभ्यां] સ્યાદ્વાદમાં પ્રવીણતા