Samaysar (Gujarati). Kalash: 268.

< Previous Page   Next Page >


Page 619 of 642
PDF/HTML Page 650 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પરિશિષ્ટ
૬૧૯
(वसन्ततिलका)
चित्पिण्डचण्डिमविलासिविकासहासः
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः
आनन्दसुस्थितसदास्खलितैकरूप-
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा
।।२६८।।

તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમએ બન્ને વડે [इह उपयुक्तः] પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો) [अहः अहः स्वम् भावयति] પ્રતિદિન પોતાને ભાવે છે (નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે), [सः एकः] તે જ એક (પુરુષ), [ज्ञान - क्रिया - नय - परस्पर - तीव्र - मैत्री - पात्रीकृतः] જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, [इमाम् भूमिम् श्रयति] આ (જ્ઞાનમાત્ર નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરે છે.

ભાવાર્થઃજે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત - સમિતિ - ગુપ્તિરૂપ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે (અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે (રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.

જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ - ત્યાગનું સ્વરૂપ અને ફળ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. ૨૬૭.

આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છેએવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ

શ્લોકાર્થઃ[तस्य एव] (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, [चित् - पिण्ड - चण्डिम - विलासि - विकास - हासः] ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે - રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યપુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), [शुद्ध - प्रकाश - भर - निर्भर - सुप्रभातः] શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, [आनन्द - सुस्थित - सदा - अस्खलित - एक - रूपः] આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે [च] અને [अचल - अर्चिः] અચળ જેની જ્યોત છે એવો [अयम् आत्मा उदयति] આ આત્મા ઉદય પામે છે.