Samaysar (Gujarati). Kalash: 269-270.

< Previous Page   Next Page >


Page 620 of 642
PDF/HTML Page 651 of 673

 

background image
ભાવાર્થઃઅહીં ‘चित्पिण्ड’ ઇત્યાદિ વિશેષણથી અનંતદર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે,
‘शुद्धप्रकाश’ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘आनन्दसुस्थित’ ઇત્યાદિ
વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને ‘अचलार्चि’ વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ
થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. ૨૬૮.
એવો જ આત્મસ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છેઃ
શ્લોકાર્થઃ[स्याद्वाद - दीपित - लसत् - महसि] સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું
લસલસતું (ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને [शुद्ध - स्वभाव - महिमनि] જેમાં શુદ્ધસ્વભાવરૂપ
મહિમા છે એવો [प्रकाशे उदिते मयि इति] આ પ્રકાશ (જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો
છે, ત્યાં [बन्ध - मोक्ष - पथ - पातिभिः अन्य - भावैः किम्] બંધ - મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી
મારે શું પ્રયોજન છે? [नित्य-उदयः परम् अयं स्वभावः स्फु रतु] નિત્ય જેનો ઉદય રહે છે એવો
કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો.
ભાવાર્થઃસ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ
થવું તે છે. માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કેમારો પૂર્ણસ્વભાવ આત્મા
મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? ૨૬૯.
‘જોકે નયો વડે આત્મા સધાય છે તોપણ જો નયો પર જ દ્રષ્ટિ રહે તો નયોમાં તો
પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત્ નયોનો વિરોધ મટાડીને
આત્માને અનુભવું છું’એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ
શ્લોકાર્થઃ[चित्र - आत्मशक्ति - समुदायमयः अयम् आत्मा] અનેક પ્રકારની નિજ
(वसन्ततिलका)
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुद्धस्वभावमहिमन्युदिते मयीति
किं बन्धमोक्षपथपातिभिरन्यभावै-
र्नित्योदयः परमयं स्फु रतु स्वभावः
।।२६९।।
(वसन्ततिलका)
चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा
सद्यः प्रणश्यति नयेक्षणखण्डयमानः
तस्मादखण्डमनिराकृतखण्डमेक-
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि
।।२७०।।
૬૨૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-