શક્તિઓના સમુદાયમય આ આત્મા [नय - ईक्षण - खण्डयमानः] નયોની દ્રષ્ટિથી ખંડખંડરૂપ
કરવામાં આવતાં [सद्यः] તત્કાળ [प्रणश्यति] નાશ પામે છે; [तस्मात्] માટે હું એમ અનુભવું છું
કે — [अनिराकृत - खण्डम् अखण्डम्] જેમાંથી ખંડોને *નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ
છે, [एकम्] એક છે, [एकान्तशान्तम्] એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ
નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને [अचलम्] અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું
ચળતું નથી) એવું [चिद् महः अहम् अस्मि] ચૈતન્યમાત્ર તેજ હું છું.
ભાવાર્થઃ — આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક
નય છે; માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ
થઈ જાય. આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિ-
સમૂહરૂપ, સામાન્યવિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ
છે, એમાં વિરોધ નથી. ૨૭૦.
હવે, જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્યદેવ ગદ્યમાં કહે છેઃ —
(જ્ઞાની શુદ્ધનયનું આલંબન લઈ એમ અનુભવે છે કે — ) હું મને અર્થાત્ મારા
શુદ્ધાત્મસ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો ( – ખંડિત કરતો), નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો,
નથી ભાવથી ખંડતો; સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું.
ભાવાર્થઃ — શુદ્ધનયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય - ક્ષેત્ર - કાળ -
ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભેદજ્ઞાનસ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી.
જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા
છે — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मिः सः ज्ञेय - ज्ञानमात्रः एव न ज्ञेयः]
न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि;
सुविशुद्ध एको ज्ञानमात्रो भावोऽस्मि ।
(शालिनी)
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि
ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव ।
ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन्
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ।।२७१।।
* નિરાકૃત = બહિષ્કૃત; દૂર; રદબાતલ; નાકબૂલ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬૨૧