જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ज्ञेय - ज्ञान-कल्लोल - वल्गन्]
(પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ज्ञान - ज्ञेय - ज्ञातृमत् - वस्तुमात्रः
ज्ञेयः] જ્ઞાન - જ્ઞેય - જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે
જ જ્ઞાતા — એમ જ્ઞાન - જ્ઞેય - જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
ભાવાર્થઃ — જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે
જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના
આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો
(તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય
હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર
ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા — એ ત્રણે ભાવોયુક્ત
સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ
અનુભવે છે. ૨૭૧.
આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તોપણ યથાર્થ જ્ઞાની નિર્મળ
જ્ઞાનને ભૂલતો નથી — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — (જ્ઞાની કહે છેઃ) [मम तत्त्वं सहजम् एव] મારા તત્ત્વનો એવો સ્વભાવ
જ છે કે [क्वचित् मेचकं लसति] કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક ( – અનેકાકાર, અશુદ્ધ)
દેખાય છે, [क्वचित् मेचक-अमेचकं] કોઈ વાર મેચક - અમેચક (બન્નેરૂપ) દેખાય છે [पुनः
क्वचित् अमेचकं] અને વળી કોઈ વાર અમેચક ( – એકાકાર, શુદ્ધ) દેખાય છે; [तथापि] તોપણ
[परस्पर – सुसंहत – प्रकट – शक्ति – चक्रं स्फु रत् तत्] પરસ્પર સુસંહત ( – સુમિલિત, સુગ્રથિત, સારી
રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહરૂપે સ્ફુરાયમાન તે આત્મતત્ત્વ [अमल-मेधसां मनः]
નિર્મળ બુદ્ધિવાળાઓના મનને [न विमोहयति] વિમોહિત કરતું નથી ( – ભ્રમિત કરતું નથી,
મૂંઝવતું નથી).
ભાવાર્થઃ — આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના
(पृथ्वी)
क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं
क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम ।
तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः
परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फु रत् ।।२७२।।
૬૨૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-