કહાનજૈનશાસ્ત્રમાળા ]
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात् ।
रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।।२७३।।
નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી ચ્યુત થતો નથી. ૨૭૨.
આત્માનો અનેકાંતસ્વરૂપ ( – અનેક ધર્મસ્વરૂપ) વૈભવ અદ્ભુત (આશ્ચર્યકારક) છે — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अहो आत्मनः तद् इदम् सहजम् अद्भुतं वैभवम्] અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે — [इतः अनेकतां गतम्] એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને [इतः सदा अपि एकताम् दधत्] એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે, [इतः क्षणविभङ्गुरम्] એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને [इतः सदा एव उदयात् ध्रुवम्] એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, [इतः परम - विस्तृतम्] એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને [इतः निजैः प्रदेशैः धृतम्] એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.
ભાવાર્થઃ — પર્યાયદ્રષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે; ક્રમભાવી પર્યાયદ્રષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણદ્રષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩.
ફરી આ જ અર્થનું કાવ્ય કહે છેઃ —