Samaysar (Gujarati). Kalash: 274-275.

< Previous Page   Next Page >


Page 624 of 642
PDF/HTML Page 655 of 673

 

background image
શ્લોકાર્થઃ[एकतः कषाय - कलिः स्खलति] એક તરફથી જોતાં કષાયોનો ક્લેશ દેખાય
છે અને [एकतः शान्तिः अस्ति] એક તરફથી જોતાં શાન્તિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ)
છે; [एकतः भव - उपहतिः] એક તરફથી જોતાં ભવની (સંસાર સંબંધી) પીડા દેખાય છે અને
[एकतः मुक्तिः अपि स्पृशति] એક તરફથી જોતાં (સંસારના અભાવરૂપ) મુક્તિ પણ સ્પર્શે
છે; [एकतः त्रितयम् जगत् स्फु रति] એક તરફથી જોતાં ત્રણ લોક સ્ફુરાયમાન છે
(પ્રકાશે છે, દેખાય છે) અને [एकतः चित् चकास्ति] એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય
જ શોભે છે. [आत्मनः अद्भुतात् अद्भुतः स्वभाव - महिमा विजयते] (આવો) આત્માનો અદ્ભુતથી
પણ અદ્ભુત સ્વભાવમહિમા જયવંત વર્તે છે (કોઈથી બાધિત થતો નથી).
ભાવાર્થઃઅહીં પણ ૨૭૩મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો
અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા
ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી
જીરવી શકતો
નથી. જો કદાચિત્ તેને શ્રદ્ધા થાય તોપણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્ભુતતા લાગે છે
કે ‘અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ
કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!’
આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. ૨૭૪.
હવે ટીકાકાર આચાર્યદેવ અંતમંગળને અર્થે આ ચિત્ચમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે છેઃ
શ્લોકાર્થઃ[सहज - तेजःपुञ्ज - मज्जत् - त्रिलोकी - स्खलत् - अखिल - विकल्पः अपि एकः एव
स्वरूपः] સહજ (પોતાના સ્વભાવરૂપ) તેજઃપુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં
અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો
(पृथ्वी)
कषायकलिरेकतः स्खलति शान्तिरस्त्येकतो
भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः
जगत्त्रितयमेकतः स्फु रति चिच्चकास्त्येकतः
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः
।।२७४।।
(मालिनी)
जयति सहजतेजःपुञ्जमज्जत्त्रिलोकी-
स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः
स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः
।।२७५।।
૬૨૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-