ઝળકતા હોવાથી જે અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે
એકસ્વરૂપ જ છે), [स्व - रस - विसर-पूर्ण - अच्छिन्न - तत्त्व - उपलम्भः] જેમાં નિજ રસના ફેલાવથી
પૂર્ણ અછિન્ન તત્ત્વ - ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં
સ્વરૂપ - અનુભવનનો અભાવ થતો નથી) અને [प्रसभ - नियमित - अर्चिः] અત્યંત નિયમિત જેની જ્યોત
છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે) [एषः चित् - चमत्कारः जयति] એવો
આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે ( – કોઈથી બાધિત ન કરી શકાય
એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).
(અહીં ‘ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે’ એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે
વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭૫.
હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવ પૂર્વોક્ત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે
પોતાનું નામ પણ પ્રગટ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [अविचलित - चिदात्मनि आत्मनि आत्मानम् आत्मना अनवरत - निमग्नं धारयत्] જે
અચળ - ચેતનાસ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે ( – નિરંતર) નિમગ્ન રાખે છે
(અર્થાત્ પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ध्वस्त - मोहम्] જેણે મોહનો (અજ્ઞાન
-અંધકારનો) નાશ કર્યો છે, [निःसपत्नस्वभावम्] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો
વિનાનો) છે, [विमल - पूर्णं] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [एतत् उदितम् अमृतचन्द्र - ज्योतिः]
આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ ( – અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) [समन्तात्
ज्वलतु] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.
ભાવાર્થઃ — જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે
અત્યંત સ્વાદિષ્ટ ( – મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનને – આત્માને –
અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુપ્તોપમા અલંકારથી
કહ્યું જાણવું; કારણ કે ‘अमृतचन्द्रवत् ज्योतिः’નો સમાસ કરતાં ‘वत्’નો લોપ થઈ ‘अमृतचन्द्रज्योतिः’
થાય છે.
(मालिनी)
अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म-
न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम् ।
उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ता-
ज्ज्वलतु विमलपूर्णं निःसपत्नस्वभावम् ।।२७६।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬૨૫
79