(‘वत्’ શબ્દ ન મૂકતાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક
અલંકાર થાય છે. ‘અમૃતચંદ્રજ્યોતિ’ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર
થાય છે.)
આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે
આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે — ‘ध्वस्तमोह’ વિશેષણ અજ્ઞાન-અંધકારનું દૂર
થવું જણાવે છે, ‘विमलपूर्ण’ વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે, ‘निःसपत्नस्वभाव’
વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે, ‘समंतात् ज्वलतु’
કહ્યું છે તે સર્વ ક્ષેત્રે તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી.
આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે ‘અમૃતચંદ્ર’ એવું પોતાનું નામ પણ જણાવ્યું છે.
સમાસ પલટીને અર્થ કરતાં ‘અમૃતચંદ્ર’ના અને ‘અમૃતચંદ્રજ્યોતિ’ના અનેક અર્થો થાય છે તે
યથાસંભવ જાણવા. ૨૭૬.
હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્યદેવ બે કાવ્યો કહીને આ સમયસારશાસ્ત્રની આત્મખ્યાતિ
નામની ટીકા પૂર્ણ કરે છે.
‘અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા
થતો હતો, ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો, — ઇત્યાદિ ભાવો કરતો હતો; પરંતુ હવે
જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે.’ — આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે
છેઃ —
શ્લોકાર્થઃ — [यस्मात्] જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધપર્યાયજનિત અજ્ઞાનથી)
[पुरा] પ્રથમ [स्व - परयोः द्वैतम् अभूत्] પોતાનું અને પરનું દ્વૈત થયું (અર્થાત્ પોતાના અને પરના
ભેળસેળપણારૂપ ભાવ થયો), [यतः अत्र अन्तरं भूतं] દ્વૈતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર
પડ્યું (અર્થાત્ બંધપર્યાય જ પોતારૂપ જણાયો), [यतः राग - द्वेष - परिग्रहे सति] સ્વરૂપમાં અંતર
પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, [क्रिया - कारकैः जातं] રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાનાં
કારકો ઉત્પન્ન થયાં (અર્થાત્ ક્રિયાનો અને કર્તા - કર્મ આદિ કારકોનો ભેદ પડ્યો), [यतः च
(शार्दूलविक्रीडित)
यस्माद्दवैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः ।
भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं
तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल ।।२७७।।
૬૨૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-