स्वस्वलक्षणवैलक्षण्येनानुभूयमानतायां भूतार्थम्, अथ च निर्विलक्षणस्वलक्षणैकजीवस्वभावस्यानुभूय-
मानतायामभूतार्थम् । अथैवममीषु प्रमाणनयनिक्षेपेषु भूतार्थत्वेनैको जीव एव प्रद्योतते ।
(मालिनी)
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम् ।
किमपरमभिदध्मो धाम्नि सर्वङ्कषेऽस्मि-
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव ।।९।।
નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં
કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે.
એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે — જુદા જુદા રૂપે) અનુભવ
કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના
ચૈતન્યલક્ષણરૂપ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે
આ પ્રમાણ-નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે.
ભાવાર્થઃ — આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી
જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ
જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે
તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છેઃ પહેલી
અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાનશ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ
થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં
પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ
યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન થયા પછી
પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ
આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે.
એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે — [अस्मिन् सर्वङ्कषे धाम्नि
अनुभवम् उपयाते] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર
તેજઃપુંજ આત્મા, તેનો અનુભવ થતાં [ नयश्रीः न उदयति ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી,
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૩૫