Samaysar (Gujarati). Kalash: 10.

< Previous Page   Next Page >


Page 36 of 642
PDF/HTML Page 67 of 673

 

background image
(उपजाति)
आत्मस्वभावं परभावभिन्न-
मापूर्णमाद्यन्तविमुक्तमेकम्
विलीनसङ्कल्पविक ल्पजालं
प्रकाशयन्
शुद्धनयोऽभ्युदेति ।।१०।।
[ प्रमाणं अस्तम् एति ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [ अपि च ] અને [ निक्षेपचक्रम् क्वचित्
याति, न विद्मः ] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ किम् अपरम्
अभिदध्मः] આથી અધિક શું કહીએ? [ द्वैतम् एव न भाति ] દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કેપ્રમાણ, નયાદિ ભેદની તો વાત
જ શી? શુદ્ધ અનુભવ થતાં દ્વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
અહીં વિજ્ઞાનાદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કેછેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ
અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તરઃતમારા મતમાં
સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ
જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે
બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા
પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે ‘‘શુદ્ધ અનુભવમાં દ્વૈત ભાસતું નથી’’ એમ
કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને
શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુસ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી,
અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે;
શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯.
આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થઃ[शुद्धनयः आत्मस्वभावं प्रकाशयन् अभ्युदेति] શુદ્ધનય આત્માના સ્વભાવને
પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [परभावभिन्नम्] પરદ્રવ્ય,
પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવોએવા પરભાવોથી ભિન્ન
પ્રગટ કરે છે. વળી તે, [आपूर्णम्] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છેસમસ્ત લોકાલોકને
જાણનાર છેએમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ
ગૌણ છે). વળી તે, [आदि-अन्त-विमुक्तम्] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે
(અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી
૩૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-