जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णयं णियदं ।
अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ।।१४।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम् ।
अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि ।।१४।।
या खल्वबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः स शुद्धनयः,
सा त्वनुभूतिरात्मैव; इत्यात्मैक एव प्रद्योतते । कथं यथोदितस्यात्मनोऽनुभूतिरिति चेद्बद्ध-
स्पृष्टत्वादीनामभूतार्थत्वात् । तथाहि —
જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [एकम्] આત્મસ્વભાવને
એક — સર્વ ભેદભાવોથી (દ્વૈતભાવોથી) રહિત એકાકાર — પ્રગટ કરે છે, અને [विलीनसङ्कल्प-
विकल्प-जालं] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે.
(દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે
અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ
થાય છે. ૧૦.
એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છેઃ —
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.
ગાથાર્થઃ — [यः] જે નય [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] બંધ રહિત ને પરના
સ્પર્શ રહિત, [अनन्यकं] અન્યપણા રહિત, [नियतम्] ચળાચળતા રહિત, [अविशेषम्] વિશેષ
રહિત, [असंयुक्तं] અન્યના સંયોગ રહિત — એવા પાંચ ભાવરૂપ [पश्यति] દેખે છે [तं] તેને,
હે શિષ્ય! તું [शुद्धनयं] શુદ્ધનય [विजानीहि] જાણ.
ટીકાઃ — નિશ્ચયથી અબદ્ધ-અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત — એવા
આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા
એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો — એક
જ છે, જુદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ
થઈ શકે? તેનું સમાધાનઃ — બદ્ધસ્પૃષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ
શકે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છેઃ —
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૩૭