यथा खलु बिसिनीपत्रस्य सलिलनिमग्नस्य सलिलस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां
सलिलस्पृष्टत्वं भूतार्थमप्येकान्ततः सलिलास्पृश्यं बिसिनीपत्रस्वभावमुपेत्यानुभूयमानतायाम-
भूतार्थम्, तथात्मनोऽनादिबद्धस्य बद्धस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां बद्धस्पृष्टत्वं भूतार्थमप्ये-
कान्ततः पुद्गलास्पृश्यमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम् ।
यथा च मृत्तिकायाः करककरीरकर्करीकपालादिपर्यायेणानुभूयमानतायामन्यत्वं भूतार्थमपि
सर्वतोऽप्यस्खलन्तमेकं मृत्तिकास्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो नारकादि-
पर्यायेणानुभूयमानतायामन्यत्वं भूतार्थमपि सर्वतोऽप्यस्खलन्तमेक मात्मस्वभावमुपेत्यानुभूय-
मानतायामभूतार्थम् ।
यथा च वारिधेर्वृद्धिहानिपर्यायेणानुभूयमानतायामनियतत्वं भूतार्थमपि नित्यव्यवस्थितं
જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ
કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે — સત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય
એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ
છે — અસત્યાર્થ છે; એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-
સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધસ્પૃષ્ટપણું ભૂતાર્થ છે — સત્યાર્થ છે, તોપણ પુદ્ગલથી
જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધસ્પૃષ્ટપણું
અભૂતાર્થ છે — અસત્યાર્થ છે.
વળી, જેમ માટીનો, કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં
અન્યપણું ભૂતાર્થ છે — સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્ખલિત ( – સર્વ પર્યાયભેદોથી જરાય
ભેદરૂપ નહિ થતા એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું
અભૂતાર્થ છે — અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, નારક આદિ પર્યાયોથી અનુભવ કરતાં
(પર્યાયોના બીજા-બીજાપણારૂપ) અન્યપણું ભૂતાર્થ છે — સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્ખલિત
(સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ
જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે — અસત્યાર્થ છે.
જેમ સમુદ્રનો, વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું)
ભૂતાર્થ છે — સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ
કરતાં અનિયતપણું અભૂતાર્થ છે — અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, વૃદ્ધિહાનિરૂપ
પર્યાયભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે — સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર
૩૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-