वारिधिस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो वृद्धिहानिपर्यायेणानुभूयमानतायामनियतत्वं
भूतार्थमपि नित्यव्यवस्थितमात्मस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम् ।
यथा च काञ्चनस्य स्निग्धपीतगुरुत्वादिपर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि
प्रत्यस्तमितसमस्तविशेषं काञ्चनस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनो ज्ञानदर्शनादि-
पर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि प्रत्यस्तमितसमस्तविशेषमात्मस्वभावमुपेत्यानुभूय-
मानतायामभूतार्थम् ।
यथा चापां सप्तार्चिःप्रत्ययौष्ण्यसमाहितत्वपर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्ये-
कान्ततः शीतमप्स्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थम्, तथात्मनः कर्मप्रत्ययमोहसमाहितत्व-
पर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्येकान्ततः स्वयं बोधं जीवस्वभावमुपेत्यानुभूय-
(નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે —
અસત્યાર્થ છે.
જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં
વિશેષપણું ભૂતાર્થ છે — સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા
સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે — અસત્યાર્થ છે; એવી
રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે —
સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મસ્વભાવની સમીપ જઈને
અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે — અસત્યાર્થ છે.
જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ —
તપ્તપણારૂપ — અવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે —
સત્યાર્થ છે, તોપણ એકાંત શીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા
સાથે) સંયુક્તપણું અભૂતાર્થ છે — અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે
એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું ભૂતાર્થ છે — સત્યાર્થ
છે, તોપણ જે પોતે એકાંત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ
કરતાં સંયુક્તપણું અભૂતાર્થ છે — અસત્યાર્થ છે.
ભાવાર્થઃ — આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છેઃ (૧) અનાદિ કાળથી
કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મપુદ્ગલના સ્પર્શવાળો દેખાય છે, (૨) કર્મના નિમિત્તથી
થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, (૩) શક્તિના અવિભાગ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૩૯