તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. ક્યાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ
બુદ્ધિમાનનું નિમિત્ત મળ્યે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી.
હવે અંતમંગળને અર્થે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએઃ —
મંગલ શ્રી અરહંત ઘાતિયા કર્મ નિવારે,
મંગલ સિદ્ધ મહંત કર્મ આઠોં પરજારે;
આચારજ ઉવજ્ઝાય મુનિ મંગલમય સારે,
દીક્ષા શિક્ષા દેય ભવ્યજીવનિકૂં તારે;
અઠવીસ મૂલગુણ ધાર જે સર્વસાધુ અણગાર હૈં,
મૈં નમું પંચગુરુચરણકૂં મંગલ હેતુ કરાર હૈં. ૧.
જૈપુર નગરમાંહિ તેરાપંથ શૈલી બડી
બડે બડે ગુની જહાં પઢૈ ગ્રંથ સાર હૈ,
જયચંદ્ર નામ મૈં હૂં તિનિમેં અભ્યાસ કિછૂ
કિયો બુદ્ધિસારુ ધર્મરાગતેં વિચાર હૈ;
સમયસાર ગ્રંથ તાકી દેશકે વચનરૂપ
ભાષા કરી પઢો સુનૂં કરો નિરધાર હૈ,
આપાપર ભેદ જાનિ હેય ત્યાગિ ઉપાદેય
ગહો શુદ્ધ આતમકૂં, યહૈ બાત સાર હૈ. ૨.
સંવત્સર વિક્રમ તણૂં, અષ્ટાદશ શત ઔર;
ચૌસઠિ કાતિક વદિ દશૈ, પૂરણ ગ્રંથ સુઠૌર. ૩.
આમ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયપ્રાભૃત નામના પ્રાકૃતગાથાબદ્ધ
પરમાગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર
પંડિત જયચંદ્રજીકૃત સંક્ષેપભાવાર્થમાત્ર દેશભાષામય વચનિકાના આધારે શ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાપ્ત
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
૬૨૯