(मालिनी)
न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी
स्फु टमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम् ।
अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ।।११।।
ટીકાકાર આચાર્યે પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દ્રષ્ટિમાં જે બદ્ધસ્પૃષ્ટ આદિ રૂપે દેખાય
છે તે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ જ છે પરંતુ શુદ્ધનયની દ્રષ્ટિમાં બદ્ધસ્પૃષ્ટાદિપણું અસત્યાર્થ છે.
આ કથનમાં ટીકાકાર આચાર્યે સ્યાદ્વાદ બતાવ્યો છે એમ જાણવું.
વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન-પ્રમાણનો અંશ છે; શ્રુતજ્ઞાન વસ્તુને
પરોક્ષ જણાવે છે; તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત,
બદ્ધસ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિમાત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ
છે જ. વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે તે કથંચિત્ અનુભવગોચર
હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ
નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને
જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ
શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદ્ધસ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ
આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે — એવો આત્મા
પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખ્યે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તરઃ — દેખેલાનું
જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ — બન્ને પ્રમાણ
માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની
દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો.
અહીં, આ શુદ્ધનયને મુખ્ય કરી કલશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [जगत् तम् एव सम्यक्स्वभावम् अनुभवतु] જગતના પ્રાણીઓ એ સમ્યક્
સ્વભાવનો અનુભવ કરો કે [यत्र] જ્યાં [अमी बद्धस्पृष्टभावादयः] આ બદ્ધસ્પૃષ્ટ આદિ ભાવો
[एत्य स्फुटम् उपरि तरन्तः अपि] સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ [प्रतिष्ठाम् न हि
विदधति] (તેમાં) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને
આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે
છે. [समन्तात् द्योतमानं] આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. [अपगतमोहीभूय]
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૪૧
6