Samaysar (Gujarati). Gatha: 15.

< Previous Page   Next Page >


Page 43 of 642
PDF/HTML Page 74 of 673

 

background image
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं
अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।१५।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्
अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम् ।।१५।।
येयमबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः सा खल्वखिलस्य
जिनशासनस्यानुभूतिः, श्रुतज्ञानस्य स्वयमात्मत्वात्; ततो ज्ञानानुभूतिरेवात्मानुभूतिः किन्तु
હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ
આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ[इति] એ રીતે [या शुद्धनयात्मिका आत्म-अनुभूतिः] જે પૂર્વકથિત
શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [इयम् एव किल ज्ञान-अनुभूतिः] તે જ ખરેખર જ્ઞાનની
અનુભૂતિ છે [इति बुद्ध्वा] એમ જાણીને તથા [आत्मनि आत्मानम् सुनिष्प्रकम्पम् निवेश्य]
આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [नित्यम् समन्तात् एकः अवबोध-घनः अस्ति] ‘સદા સર્વ
તરફ એક જ્ઞાનઘન આત્મા છે’ એમ દેખવું.
ભાવાર્થપહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે
છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યગ્જ્ઞાન છે. ૧૩.
હવે, આ અર્થરૂપ ગાથા કહે છેઃ
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.
ગાથાર્થ[यः] જે પુરુષ [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] અબદ્ધસ્પૃષ્ટ, [अनन्यम्]
અનન્ય, [अविशेषम्] અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) [पश्यति] દેખે છે તે
[सर्वम् जिनशासनं] સર્વ જિનશાસનને [पश्यति] દેખે છે,કે જે જિનશાસન [अपदेशसान्तमध्यं]
બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
ટીકાજે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ
ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ
* પાઠાન્તરઃ अपदेससुत्तमज्झं૧. अपदेश = દ્રવ્યશ્રુત; सान्त = જ્ઞાનરૂપ ભાવશ્રુત.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૪૩