त्मापि परद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोऽप्येकविज्ञानघनत्वात् ज्ञानत्वेन स्वदते ।
(पृथ्वी)
अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि-
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा ।
चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम् ।।१४।।
એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો
વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને
લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.
ભાવાર્થઃ — અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે.
અજ્ઞાનીજન જ્ઞેયોમાં જ — ઇંદ્રિયજ્ઞાનના વિષયોમાં જ — લુબ્ધ થઈ રહ્યા છે; તેઓ
ઇંદ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે પરંતુ જ્ઞેયોથી
ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત નથી તેઓ
જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે, — જેમ શાકોથી જુદી મીઠાની કણીનો
ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને
આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી
જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન
થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ
અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.
હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — આચાર્ય કહે છે કે [परमम् महः नः अस्तु] તે ઉત્કૃષ્ટ તેજ – પ્રકાશ અમને
હો [यत् सकलकालम् चिद्-उच्छलन-निर्भरं] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું
છે, [उल्लसत्-लवण-खिल्य-लीलायितम्] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન
કરે છે તેમ જે તેજ [एक-रसम् आलम्बते] એક જ્ઞાનરસસ્વરૂપને અવલંબે છે, [अखण्डितम्]
જે તેજ અખંડિત છે — જ્ઞેયોના આકારરૂપે ખંડિત થતું નથી, [अनाकुलं] જે અનાકુળ છે —
જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [अनन्तम् अन्तः बहिः ज्वलत्]
જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે — જાણવામાં આવે છે,
[सहजम्] જે સ્વભાવથી થયું છે — કોઈએ રચ્યું નથી અને [सदा उद्विलासं] હમેશાં જેનો
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૪૫