૪૬
येनैव हि भावेनात्मा साध्यः साधनं च स्यात्तेनैवायं नित्यमुपास्य इति स्वयमाकूय परेषां વિલાસ ઉદયરૂપ છે — જે એકરૂપ પ્રતિભાસમાન છે.
ભાવાર્થઃ — આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪.
હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [एषः ज्ञानघनः आत्मा] આ (પૂર્વકથિત) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, [सिद्धिम् अभीप्सुभिः] સ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છક પુરુષોએ [साध्यसाधकभावेन] સાધ્યસાધકભાવના ભેદથી [द्विधा] બે પ્રકારે, [एकः] એક જ [नित्यम् समुपास्यताम्] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.
ભાવાર્થઃ — આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫.
હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [साधुना] સાધુ પુરુષે [दर्शनज्ञानचरित्राणि] દર્શન, જ્ઞાન અને ચારિત્ર [नित्यम्] સદા [सेवितव्यानि] સેવવાયોગ્ય છે; [पुनः] વળી [तानि त्रीणि अपि] તે ત્રણેને [निश्चयतः] નિશ્ચયનયથી [आत्मानं च एव] એક આત્મા જ [जानीहि] જાણો.
ટીકાઃ — આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય